આધાર થઈ જાયે !

નજર ભીતર કરું, તો ખુદનો સાક્ષાત્કાર થઈ જાયે,
અધૂરો રહી ગયો છે, તે પૂરો વ્યવહાર થઈ જાયે !

ખરેખર ગાળવી હો જિંદગી, પાણી સમા બનજો,
ભરો જે પાત્રમાં એવો પછી આકાર થઈ જાયે !

બની બેઠો છું પાગલ હું મહોબ્બતમાં સદા માટે,
અસર એવીય તમારા પર સનમ, ક્ષણવાર થઈ જાયે.

હશે ભય કંઈક ચોક્કસ એ જ કારણથી બને છે આમ,
નહીંતર સૂર્ય જોઈ લુપ્ત ના અંધાર થઈ જાયે.

હકીકતની પરિભાષા લખી શકશો તમે ક્યારે?
વિચારો ને સ્વપનમાં જિંદગી તો પાર થઈ જાયે.

ગઝલ કહેવી, તમારે મન ગુનો છે?, તો કબૂલું છું,
નથી પરવા, ભલે આ જાત ગુનેગાર થઈ જાયે.

‘પથિક’ને કાફલાની ક્યાં જરૂર છે કે હતી ક્યારેય?
પડે ભૂલો તો નક્શાનો સહજ આધાર થઈ જાયે !

– જૈમિન ઠક્કર ‘પથિક ‘

Advertisements

7 thoughts on “આધાર થઈ જાયે !

 1. હશે ભય કંઈક ચોક્કસ એ જ કારણથી બને છે આમ,
  નહીંતર સૂર્ય જોઈ લુપ્ત ના અંધાર થઈ જાયે.
  દરેક શે’ર મનનીય થયા છે..

 2. નજર ભીતર કરું, તો ખુદનો સાક્ષાત્કાર થઈ જાયે,… wah… Pathik…
  Gazal sundar thai chhe….

 3. ખરેખર ગાળવી હો જિંદગી, પાણી સમા બનજો,
  ભરો જે પાત્રમાં એવો પછી આકાર થઈ જાયે !… એકરૂપતા તો પાણી પાસે જ શિખાય…

  મજાની ગઝલ…. પથિક

 4. પ્રોત્સાહન આપવા બદલ દરેક મિત્ર તેમજ ગુરૂજનોનો સહૃદય આભાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s