પ્રયાસ છે

કંઇક લયબદ્ધ શ્વાસ છે કહેજો,
જીવવાનો પ્રયાસ છે કહેજો.

સાંજ જેવો સવારનો માહોલ,
રાત થોડી ઉદાસ છે કહેજો.

ચાંદ ચાલ્યો ગયો તમસ ઢોળી,
પ્યાર ભીનો ઉજાસ છે કહેજો.

એ ભલે દિલ છુપાવીને બેઠા,
દિલ અમારું પણ ખાસ છે કહેજો.

હા, પલળવું એ વાત જુદી છે,
હજુ કલમમાં ભીનાશ છે કહેજો.

પ્રવીણ શાહ

Advertisements

6 thoughts on “પ્રયાસ છે

  1. Waah! Majani gazal..
    કંઇક લયબદ્ધ શ્વાસ છે કહેજો,
    જીવવાનો પ્રયાસ છે કહેજો.

  2. વાહ હંમેશ મુજબ ટૂંકી બહરમાં ઉમદા ગઝલ

    એ ભલે દિલ છુપાવીને બેઠા,
    દિલ અમારું પણ ખાસ છે કહેજો.

    બહુત ખૂબ

  3. ટૂંકી બહેરમાં સુંદર ગઝલ.ખરેખર પ્રયાસ દેખાય છે.

  4. ચાંદ ચાલ્યો ગયો તમસ ઢોળી,
    પ્યાર ભીનો ઉજાસ છે કહેજો……. વાહ ,

    સરસ ગઝલ..

  5. ચાંદ ચાલ્યો ગયો તમસ ઢોળી’
    પ્યાર ભીનો ઊજાસ છે કહેજો ।

    તમારી પોતાની જે સ્ટાઈલ છે તેને રજૂ કરતી ટૂંકી બહેરમાં સુંદર રચના!

  6. ચાંદ ચાલ્યો ગયો તમસ ઢોળી,
    પ્યાર ભીનો ઉજાસ છે કહેજો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s