આજ પણ

આજ પણ મારા કહ્યામાં છે શબદ
આટલાથી હોય શું મોટી જણસ.

અશ્રુની જોઈને વહેવાની તડપ,
યાદ પણ આવી ચડી જો ને તરત,

વાદળાની વાત તો વરસી પડી,
આપણે તો ઓગળીશુ થઈ બરફ.

આયનાને આજ એવું શું થયું ?
હું જ દેખાયો છું મારાથી અલગ!

મંજિલે પહોંચી ગયા જેના થકી,
છે હજી પણ ત્યાંની ત્યાં પેલી સડક.

એમ તો માથું કદી નમશે નહી,
સહેજ કપડું પાઘડીનું છે કડક.

કાંકરી ફેંક્યે વમળ થાશે નહીં,
ઝાંઝવા છે ઝાઝવા ચારે તરફ.*

માણવાની બિનશરત આ જિંદગી,
એ જ પાછી હોય છે એની શરત.

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

Advertisements

13 thoughts on “આજ પણ

 1. મંજિલે પહોંચી ગયા જેના થકી,
  છે હજી પણ ત્યાંની ત્યાં પેલી સડક….. વાહ મજાની ગઝલ.. !!

  તરહીની સ્પર્ધામાં વિજેતા થવા બદલ અભિનંદન.. !!

 2. કાંકરી ફેંક્યે વમળ થાશે નહીં,
  ઝાંઝવા છે ઝાઝવા ચારે તરફ.*

 3. મંજિલે પહોંચી ગયા જેના થકી,
  છે હજી પણ ત્યાંની ત્યાં પેલી સડક.

  વાહ… મજાની ગઝલ

 4. આયનાને આજ એવું શું થયું ?
  હું જ દેખાયો છું મારાથી અલગ!….સરસ ગઝલ.

 5. મત્લાથી જ સુંદર શરૂઆત જે અંત સુધી સરસ રીતે નિભાવી . બધા જ શેર સુંદર અને અર્થસભર થયા છે. અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s