આપતી નથી

માણું નિરાંત બે ઘડી તક આપતી નથી,
આ જિંદગી જરાયે મચક આપતી નથી.

ઘેરી વળી છે કેવી હવા ચારેકોર જે,
મુક્તિના શ્વાસ લેવાનો હક આપતી નથી.

પ્રગટે છે રોજે રોજ આ કેવી હવા જે,
ચહેરા ઉપર કોઈના ચમક આપતી નથી.

પડછાયા સાથ એકલા લડવાનું રાતદિન,
પાછળથી કોઈ તેના કુમક આપતી નથી.

જીવનની આ નિશાળના ધોરણનો પ્રશ્ન છે,
જે પાક્કો યાદ છે તે સબક આપતી નથી.

સઘળી દિશાઓ દૂરથી મંઝીલ બતાવતી,
ત્યાં પહોચવાની કોઈ સડક આપતી નથી.

તડકામાં આખું માથું ભલે ધોળું થાય પણ,
આ રાત એને સુર્યપદક આપતી નથી.

‘આદિલ’ માર્યા પછી અમર થઇ શકાય છે,
આ દુનિયા એની સેજે છલક આપતી નથી.

– આદીલ મન્સૂરી

Advertisements

5 thoughts on “આપતી નથી

  1. મૂર્ધન્ય શાયર આદિલજીની ઉત્કૃષ્ટ ગઝલ..

    વારે વારે માણવી ગમે એવી…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s