જે થાય તે

ધારણાની બ્હારનું જે થાય તે,
આપણા વહેવારનું જે થાય તે.

આવ-જા અહીં ક્યારની યે બંધ છે,
અધ ખુલા આ દ્વારનું જે થાય તે.

ચોર-પગલે આવી ગઈ પતઝડ અહીં,
મ્હેકતા ગુલઝારનું જે થાય તે.

ધડકનો દિલની જુઓ ધીમી પડી,
શ્વાસના અસવારનું જે થાય તે.

સોમવારે કોઈ ઘટના ના ઘટી,
આજ, મંગળવારનું જે થાય તે.

પ્રવીણ શાહ

Advertisements

6 thoughts on “જે થાય તે

  1. Very nice gazal.
    Kya baat hai!
    ધડકનો દિલની જુઓ ધીમી પડી,
    શ્વાસના અસવારનું જે થાય તે.

  2. નવી રદીફ સુપેરે નિભાવાઈ છે…

    દરેક શે’ર સુંદર થયા છે ..

  3. ધડકનો દિલની જુઓ ધીમી પડી,
    શ્વાસના અસવારનું જે થાય તે.
    એટલું બધું બની રહ્યું છે જેના પર આપણો કોઈ કન્ટોલ નથી…જે થાય તે…નો ભાવ સાહજિક છે.
    સરયૂ પરીખ

  4. ધડકનો દિલની જુઓ ધીમી પડી,
    શ્વાસના અસવારનું જે થાય તે.

    જન્મ – મૃત્યુ આપણા હાથમાં જયાં કંઈ જ નથી ત્યારે જે થાય તે સ્વીકારવું પડે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s