કોના છે?

શબ્દથી પર ઠરાવ કોના છે?
શ્વાસ માહે પડાવ કોના છે?

ઘાવ આપે એ શસ્ત્ર મારા નહીં,
આવ પાસે , જણાવ , કોના છે.

‘હું’થી ‘હું’ને સ્વતંત્ર માન્યા પછી,
આ બધા હાવભાવ કોનાં છે ?

તું પ્રતિકાર બાદમાં કરજે.
શોધજે પેચદાવ કોના છે?

ઝૂલણા પર ઝૂલી જતો ક્હાનો,
તો રમલ ને કટાવ કોના છે ?

– નેહા પુરોહિત

Advertisements

4 thoughts on “કોના છે?

 1. તું પ્રતિકાર બાદમાં કરજે.
  શોધજે પેચદાવ કોના છે?… વાહ

  મજાની ગઝલ… !!

 2. ‘હું’ થી ‘હું’ને સ્વતંત્ર માન્યા પછી,
  આ બધા હાવભાવ કોના છે ?

  સંપૂર્ણપણે સુંદર ગઝલ. બધા જ શેર ગમ્યા. ટૂંકી બહેરમાં ખુમારીવાળી ગઝલ.
  અભિનંદન!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s