શબ્દો સર્યા

કાવ્યને ખંખેરતા શબ્દો સર્યા,
મારી સામે કરગર્યા અંતે મર્યા.

દુઃખના દિવસો દૂર જઈ બેઠા હતા,
મેં જ સામે ચાલીને ઉભા કર્યા.

મારુ કહેવું છે કે હું ડૂબી ગયો,
આપ કહો કે આપ અહીં કેવું તર્યા.

રાહ જોઈ’તી હરિની બે દિવસ,
એ પછી દુઃખ મારા મેં પોતે હર્યા.

કોઈ આવી પી ગયું મારુ કવન,
કોઈએ આવી અને ખોબા ભર્યા.

– મેહુલ પટેલ ‘ઈશ’

Advertisements

4 thoughts on “શબ્દો સર્યા

  1. રાહ જોઈ’તી હરિની બે દિવસ,
    એ પછી દુઃખ મારા મેં પોતે હર્યા…. બસ આ જ ખુમારી માણસને કવિ બનાવે છે ..

    ટૂંકી બહરમાં ખૂબ સુંદર કામ , વાહ કવિ !!

  2. રાહ જોઈ’તી હરિની બે દિવસ,
    એ પછી દુ:ખ મારા મેં પોતે હર્યા.

    ખૂબ સરસ ખુદ્દારી પોતે જ મથવાનું છે કંઈ પણ પ્રાપ્ત કરવા. સરસ રચના. અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s