થરથરે છે

બિચારું ઘર આ જોઈ થરથરે છે,
દીવાલોને દીવાલો છેતરે છે !

મજા આવે કશું ત્રીજું કરે તો,
ફકત લોકો જીવે છે ને મરે છે.

અમુક છે માછલી એવી ગજબની,
જુઓ, આરામથી રણમાં તરે છે.

નવી કોઈ ઋતુ લગે છે આ તો,
હવે પર્ણો નહીં, વૃક્ષો ખરે છે.

ફરે છે સિંહની છાતી લઈ જે,
ન જાણે કેમ દર્પણથી ડરે છે.

બહુ ઓછા છે જે લોકો લખે છે,
ને મોટા ભાગના લખ-લખ કરે છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

Advertisements

3 thoughts on “થરથરે છે

 1. વાહ સુંદર ગઝલનો લાજવાબ મત્લા તદઉપરાંત મને આ શૅર વધુ ગમ્યો

  નવી કોઈ ઋતુ લાગે છે આ તો,
  હવે પર્ણો નહીં, વૃક્ષો ખરે છે.

  ક્યા બાત !!!

 2. ફરે છે સિંહની છાતી લઈ જે,
  ન જાણે કેમ દર્પણથી ડરે છે…. વાહ કવિ.. !!

  સોંસરો કટાક્ષ… !! મસ્ત ગઝલ

 3. ફરે છે સિંહની છાતી લઈ જે,
  ન જાણે કેમ દર્પણથી ડરે છે.

  સરસ રચના છે, સાથે દેખાવ કરનારા ભીરુ લોકોને સણસણતો તમાચો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s