તારા કારણે

હોઉં નહીં પણ હોઉં છું બસ યાર તારા કારણે,
છોડવો ગમતો નથી સંસાર તારા કારણે !

તું કહે છે ત્યાં જવા તૈયાર તારા કારણે,
એકલાની વાતમાં લાચાર તારા કારણે !

તું નથી ઘરમાં તો હું પણ એટલે ઘરમાં નથી,
કેમ છે તું બહાર, હું છું બહાર તારા કારણે !

ઠીક છે બીજું બધું પણ તારી જે રચના કરી,
હું પ્રભુનો માનું છું આભાર તારા કારણે !

પીઠ પાછળથી મને તારી કૃપા મળતી રહે,
ક્યાંય પણ નહીં થાય મારી હાર તારા કારણે !

– ભરત વિંઝુડા

Advertisements

4 thoughts on “તારા કારણે

  1. તું કહે છે ત્યાં જવા તૈયાર તારા કારણે,
    એકલાની વાતમાં લાચાર તારા કારણે !… સરસ,

    આખી ગઝલ સરસ છે.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s