સત્ય છે

તું મને ચાહે એ મીઠું સત્ય છે,
તું કરે છણકો એ તીખું સત્ય છે.

એની પાસે છે એ એનું સત્ય છે,
મારી પાસે છે એ મારું સત્ય છે.

એમણે વાતોનો દરિયો ઠાલવ્યો,
માંડ એમાં એક ટીપું સત્ય છે.

સત્ય સામે સત્ય મૂકો એ પછી,
સત્ય હારે, એય પાછું સત્ય છે.

કોઇએ કીધું ને જાણ્યું આપણે,
આપણી પાસે ઉછીનું સત્ય છે.

સાવ કોરા આભને જોયા પછી,
આંખથી ટપક્યું એ ભીનું સત્ય છે.

જૂઠ આજે સત્યની પડખે ગયું,
એની પાછળ કૈંક બીજું સત્ય છે.

સત્ય માટે પણ અલગ કેટેગરી,
એના પર નિર્ભર કે કોનું સત્ય છે !

– કિરણસિંહ ચૌહાણ

Advertisements

4 thoughts on “સત્ય છે

 1. સુંદર ગઝલ
  એની પાસે છે એ એનું સત્ય છે,
  મારી પાસે છે એ મારુ સત્ય છે.

 2. સાવ કોરા આભને જોયા પછી,
  આંખથી ટપક્યું એ ભીનું સત્ય છે… વાહ સત્યના અનોખા પરિમાણો …

  અદ્ભુત ગઝલ… !!

 3. સત્યની જુદી જુદી વિભાવના. કહેવાય છે કે વ્યક્તિ વ્યક્તિના સત્ય જુદા હોય છે. સરસ મજાની રચના.

  સત્ય સામે સત્ય મૂકો એ પછી,
  સત્ય હારે, એય પાછું સત્ય છે.

  વાહ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s