જવાબ નથી

ધરા મળી તો રહ્યું દુઃખ કે આફતાબ નથી;
સમજનો દોષ છે કંઈ ભાગ્ય તો ખરાબ નથી.

ઘણાંયે ચહેરા સજાવીને મોહરાઓ ફરતાં;
આ મારી સામે જુઓ કોઈ એક નકાબ નથી.

કહો તો હમણાં ગણાવું પ્રસંગ સુખના પણ;
દુઃખોની વાત ન પૂછો, એનો કશો હિસાબ નથી.

સુગંધની મને લાલચ નથી ,તું જો માળી !
આ ખાલી હાથનો ખોબો છે, ફૂલછાબ નથી.

કરે છે મન તો મનોમન હું ગુનગુનાવું છું;
હવે આ હાથોમાં વીણા નથી , રબાબ નથી.

ખમીસ ફાટેલું ઓળખ બની ગુઈ મારી;
હવે ન પૂછો કે શાને અહીં ગુલાબ નથી.

હું ઘરનાં દ્વારે ઊભો આહવાન દઉં સૌને;
કહે છે કોણ કે જન્નતમાં કંઈ અઝાબ નથી.

ખુદાની સાબિતી બાબત ન પૂછો કંઈ “નાશાદ”;
બધાંની પાસે છે અટકળ,ખરો જવાબ નથી.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

Advertisements

5 thoughts on “જવાબ નથી

  1. બધાંની પાસે છે અટકળ,ખરો જવાબ નથી… વાહ… very nice Nashaad sahib…

  2. ગઝલ ગમી…ખુદાની સાબિતી બાબત ન પૂછો કંઈ “નાશાદ”;
    બધાંની પાસે છે અટકળ,ખરો જવાબ નથી.
    સરયૂ પરીખ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s