ઉંબરમાં

પગ રહ્યા એટલે ન ઉંબરમાં,
કે પક્ષપાત પણ હતો ઘરમાં.

એટલે બારી બહાર જોઉં છું,
ખાલી ખાલી બધુ છે ભીતરમાં.

ઘૂઘવે સાત સાત દરિયાઓ,
પંડમાં છું કે છું સમંદરમાં.?

આંસુનો કોણ દાખલો આપે,
જે ઊડી જાય આમ પળભરમાં..!!

રાહ જોઉં છું હુંય કલ્કિની,
કોણ જોવા ગયું છે દ્વાપરમાં.?

એનું સમરણ થયું સામિ સાંજે,
રાત ઝળહળ છે ‘મીર’ ઘરભરમાં.

– ડો. રશીદ મીર

Advertisements

6 thoughts on “ઉંબરમાં

  1. સુંદર ગઝલનો સુંદર મત્લા અને આ શેર વધુ સ્પર્શી ગયો

    એટલે બારી બહાર જોઉં છું,
    ખાલી ખાલી બધુ છે ભીતરમાં.

    ક્યા બાત !!!

  2. રાહ જોઉં છું હુંય કલ્કિની,
    કોણ જોવા ગયું છે દ્વાપરમાં.?
    રશીદભાઈ ક્યાં કહેના

  3. એટલે બારી બહાર જોઉં છું,
    ખાલી ખાલી બધુ છે ભીતરમાં…………… વાહ, મને ગમી ગયેલો આ શે’ર…

    આખી ગઝલ સુંદર થઈ છે

  4. સુંદર ગઝલ.

    એટલે બારી બહાર જોઉં છું,
    ખાલી ખાલી બધુ છે ભીતરમાં….

    ગમી ગયેલો શેર !!!

  5. Waah!
    આંસુનો કોણ દાખલો આપે,
    જે ઊડી જાય આમ પળભરમાં..!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s