બારી બને

ભીંત, બાકોરું કરી બારી બને,
વાત સઘળી ત્યાં જ અખબારી બને.

જે ક્ષણે સંવાદ અટકે બે તરફ,
ત્યાં પ્રસરતું મૌન ચિનગારી બને.

મેશ ક્યારે ગોખલે પ્રસરે નહીં,
આ ફરજ સૌનીય સહિયારી બને,

મૂળને પણ હચમચાવે એટલો,
માત્ર, એક જ શબ્દ પણ ભારી બને.

ઉંબરો પણ લાકડું થઈ જાય જ્યાં,
કોઈ ઘટના એમ અણધારી બને.

શ્વાસ ઘરના જે ક્ષણે રૂંધાય છે,
ભીંત બાકોરું કરી બારી બને.

– વંચિત કુકમાવાલા

Advertisements

5 thoughts on “બારી બને

 1. મસ્ત મત્લા અને આ શે’ર ખૂબ ગમ્યા

  શ્વાસ ઘરના જે ક્ષણે રૂંધાય છે,
  ભીંત બાકોરું કરી બારી બને…. વાહ !!

  મનનીય ગઝલ..

 2. મેશ ક્યારે ગોખલે પ્રસરે નહીં,
  આ ફરજ સૌનીય સહિયારી બને, …એક ઘટનાના ભાગીદાર ઘણાં હોય. સરસ રચના.
  સરયૂ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s