પજવે છે

કંઇક તો આરપાર પજવે છે,
બીજું તારો વિચાર પજવે છે.

એ તરફ તું હશે પ્રતિક્ષામાં,
આ તરફ ઇન્તજાર પજવે છે.

જાણું છું હું સ્વભાવ કુદરતનો,
સાંજ પજવે, સવાર પજવે છે.

દર્દ તું આપે મીઠું લાગે છે,
દર્દની સારવાર પજવે છે.

આ દિવસનો ઉજાસ સમજુ છે,
રાતનો અંધકાર પજવે છે.

વાયદા પર તું આવશે તો નહિ,
દિલમાં છે એતબાર પજવે છે.

પ્રવીણ શાહ

Advertisements

6 thoughts on “પજવે છે

 1. વાયદા પર તું આવશે તો નહિ,
  દિલમાં છે એતબાર પજવે છે……સરસ રચના.
  સરયૂ પરીખ

 2. વાહ ટૂંકી બહરમાં નખશિખ મજાની ગઝલ

  એ તરફ તું હશે પ્રતિક્ષામાં,
  આ તરફ ઇન્તજાર પજવે છે.

  યે બાત !!!

 3. Nice gazal..
  વાયદા પર તું આવશે તો નહિ,
  દિલમાં છે એતબાર પજવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s