મળતો નથી

માણસ હવે, માણસને કૈં મળતો નથી.
ને જો મળે, તો એ હવે હસતો નથી.

બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,
કોઈ તમારા આંગણે જડતો નથી.

દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,
એકલો પડે,પણ એ સૂનો પડતો નથી.

રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ,
એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી..

મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!.
માણસ હવે, માણસને ઓળખતો નથી!!

મંદિર હવે મનમાં કરે તો સારું છે.
બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી.

– દેવિકા ધ્રુવ

Advertisements

9 thoughts on “મળતો નથી

 1. એ ખુદમાં પણ, ખરું ભળતો નથી… absolutely right….
  very nice…. Devika ben…

 2. મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!.
  માણસ હવે, માણસને ઓળખતો નથી!!… સચોટ

  આજની વાસ્તવિકતાની ગઝલ… !!

 3. વાહ સુંદર ગઝલના મને ગમી ગયેલ શેર

  રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ,
  એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી..

  મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!.
  માણસ હવે, માણસને ઓળખતો નથી!!

 4. માણસ હવે માણસ રહ્યો છે જ ક્યાં ભૈ?
  મંદિર -મહાદેવ જઈને જે શિખતો નથી!

 5. વાહ, દેવિકાબેન વાસ્તવિકતાને ગઝલનું સુંદર રૂપ આપ્યું, સાચે જ માણસ જયાં ખુદનો નથી રહ્યો તો પછી ઘર, ગામ, શહેર કે સમાજનો તો ક્યાંથી બને ?

  દેખાય છે એ ‘ ઓનલાઈનો’ ઉપર,
  એકલો પડે, પણ એ સૂનો પડતો નથી.

  સત્ય હકીકત.

 6. માણસ ,
  પાસે બેઠો હોય તો ય કોઈની વાત સાંભળતો નથી
  કદાચ વાત કાને પહોંચે તો પણ ધ્યાનમાં લેતો નથી
  ઘરમાં હોય તો ય ઘરમાં વસતો નથી
  ખુદની વાત તો દૂર એ ખુદાને ય ઓળખતો નથી .

  દેવિકાબેન વર્તમાન વાસ્તવિકતા પર ખુબ સુંદર રચના .

 7. સાચી વાત છે. ચીમનભાઇ અને રાજુલબેન ની પાદપુર્તિ ગમી.
  નવીન બેન્કર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s