અને થોડા મિત્ર છે

એમાં તમે છો હું છું અને થોડા મિત્ર છે,
એથી જીવન કથાના પ્રસંગો સચિત્ર છે.

દિલની સમક્ષ મારે નથી તારી કંઇ જરૂર,
દર્પણ નથી હવે એ હવે તારું ચિત્ર છે.

એ સારા માનવીનું મુકદ્દર ઘડ્યું ખરાબ,
કોને કહું કે મારી વિધાતા વિચિત્ર છે ?

જો એમાં જીવ હોત તો એ પણ સરી જતે,
સારું છે – મારા હાથમાં નિર્જીવ ચિત્ર છે.

સૌ નીંદકોને લાવી દીધા છે પ્રકાશમાં,
આપ જ કહો કે કેટલું ઊજળું ચરિત્ર છે

બેફામ જાઉં છું હું નહાઇને ર્સ્વગમાં,
જીવન ભલે હોય મરણ તો પવિત્ર છે.

બરકત વિરાણી ‘બેફામ’

સૌજન્ય- એફ. બી.

Advertisements

One thought on “અને થોડા મિત્ર છે

  1. બેફામ જાઉં છું હું નહાઇને ર્સ્વગમાં,
    જીવન ભલે ન હોય મરણ તો પવિત્ર છે.

    વાહહહ બેફામ વાહહહહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s