સારું નથી

અર્થ વિનાનું ભ્રમણ સારું નથી,
કોઈનું લેવું શરણ સારું નથી.

બેફિકરને લોક પાગલ સમજે છે,
કોણ કહે છે શાણપણ સારું નથી.

છાશવારે એ મદદ લઇ આવશે,
દોસ્તોનું આ વલણ સારું નથી.

કંઇ ન કરવાને બહાનું જોઈએ,
કહી દો કે વાતાવરણ સારું નથી.

સારું જોવા રાખજો સારી નજર,
નહીં તો કહેશો કંઇ જ પણ સારું નથી.

પ્રવીણ શાહ

Advertisements

3 thoughts on “સારું નથી

  1. અર્થ વિનાનું ભ્રમણ સારું નથી,
    કોઈનું લેવું શરણ સારું નથી.

    સુંદર ગઝલ

  2. છાશવારે એ મદદ લઇ આવશે,
    દોસ્તોનું આ વલણ સારું નથી. કેમ આવું સાહેબ.. ??!

    સરસ ગઝલ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s