મુશ્કેલ છે બંદા થવું !

જોઈ લે તારી ઉપેક્ષાની અસર,
એક આ દરિયાનું પરપોટા થવું !

થઈ ગયા કેવી રીતે ઈશ્વર તમે ?
કેટલું મુશ્કેલ છે બંદા થવું !

હર યુગે તારી પરીક્ષા થાય છે,
કેમ પોસાતું તને સીતા થવું ?

છાંય મીઠી છે બધા જાણે જ છે,
લીમડાને પરવડે કડવા થવું !

સંશયો વહેમો ભરેલા વિશ્વમાં,
છે કરિશ્મો અન્યની શ્રદ્ધા થવું !

ભોળપણ, અચરજ, અનુકંપા, ગયાં
આપ શું આને કહો મોટા થવું ?

– રિષભ મહેતા

સૌજન્ય- એફ. બી.

Advertisements

3 thoughts on “મુશ્કેલ છે બંદા થવું !

  1. ભોળપણ, અચરજ, અનુકંપા, ગયાં
    આપ શું આને કહો મોટા થવું ?… મોટા થવાની સજા સુપેરે ઊભરી આવી છે… !!

    ખૂબ સુંદર ગઝલ.. !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s