અસર પડી

મુશ્કિલ પડી તો એવી કે આઠે પ્રહર પડી,
પણ દુ:ખ છે એટલું જ કે કારણ વગર પડી.

દ્રષ્ટિનો દોષ હો કે મુકદ્દરનો વાંક હો,
અમને ફક્ત ખિઝાં જ મળી જ્યાં નજર પડી.

કંઈ એવું મસ્ત દિલ હતું નિજ વેદના મહીં,
વીતી ગઈ છે રાત સવારે ખબર પડી.

દુ:ખની કબૂલ વાત, પણ આનો જવાબ દો,
સુખની ઝડીઓ પણ સતત કોના ઉપર પડી ?

પૂરી શક્યું ના કોઈ પણ, તારા ગયા પછી,
મુજને જે ખોટ તારા વગર ઉમ્રભર પડી.

ભૂલી શક્યા ના તેઓ ‘જલન’ આજીવન મને,
મારા કવનની જેના હ્રદય પર અસર પડી.

– જલન માતરી

Advertisements

One thought on “અસર પડી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s