છંદ- ૫ પૃથ્વી

                  First published on Oct 18, 2011
છંદ- ૧, ૨,  ૩ અને ૪ માં અક્ષરના માપ વિષે જાણ્યું.
હવે આપણે સીધા છંદ પર આવીએ-

પૃથ્વી છંદ

આ છંદમાં વિશેષતઃ અક્ષરોની સંખ્યાનો મેળ જોવા મળે છે.
આ છંદમાં કુલ ૧૭ અક્ષર હોય છે.
તેનું લગાત્મક રૂપ છે-

લગા લલલગા લગા લલલગા લગા ગાલગા (કુલ ૧૭ અક્ષર)

અહીં એક ગુરુને સ્થાને બે લઘુ કે બે લઘુને સ્થાને એક ગુરુ લઈ શકાય નહીં.
સામાન્યતઃ આ છંદ અગેય કહેવાય છે. આ છંદમાં આઠમા અક્ષરે યતિ આવે છે.
આ છંદમાં ઘણું કરીને સૉનેટ લખાયા છે.
ઉદાહરણ

પડ્યા જખમ સૌ, સહ્યા સહીશ હું હજીયે બહુ,
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !
કલાપી

કદી ન તગડીશ, લે વચન ! સાથિસંગી અહો,
જરા ઉચલ ડોક; દૂર નથી જો વિસામો હવે.  (ઉચલ – ઊંચી કરે)
બળવન્તરાય ક. ઠાકોર

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
સુંદરમ્

સજે ગગન યામિની, રૂપલ ભવ્ય તારે મઢી
ગૃહે ટમટમી  દિવા, હરખ આશ સંગે જલે…
રમેશ પટેલ (આકાશ દીપ)

ક્રમશઃ

5 thoughts on “છંદ- ૫ પૃથ્વી

  1. અશોક જાની 'આનંદ'

    સુંદર અને સમજભરી વાત..
    પ્રવીણભાઈ, તમે છંદનું લગાત્મક રૂપ આપો છો તેની સાથે
    તેનું બંધારણ પણ આપો તો વધુ ઉપકારક નીવડે..
    જેમ કે આ પૃથ્વી છંદનું બંધારણ હું સમજુ છું ત્યાં સુધી
    જ સ જ સ ય લ ગ છે…

    Reply
  2. P Shah

    બંધારણ એટલે જ લગાત્મકરૂપ.
    અશોકભાઈ તમે કહો છો તે ગણ છે અને ગણ છંદનું લગાત્મક રૂપ જ દર્શાવે છે. તેથી પુનરુક્તિ ન થાય માટે મેં ગણ જણાવ્યા નથી. મૂળ વાત તો છંદનું લગાત્મક રૂપ યાદ રાખવાની છે. કુલ આઠ ગણ છે–

    ય ગણ…..લગાગા, મ ગણ…..ગાગાગા
    ત ગણ…..ગાગાલ, ર ગણ…..ગાલગા
    જ ગણ…..લગાલ, ભ ગણ…..ગાલલ
    ન ગણ…..લલલ, સ ગણ…..લલગા

    Reply
  3. Kirtikant Purohit

    Thanx.Very nice information for people who lernt in English after SSC.like me. I knew it but forgot after joining College as there was no touch. Thanks again.

    Reply
  4. himanshupatel555

    અ ૮ ગણ વાળુ ગમ્યું ક્યારેક કૉક્રિટ કાવ્ય રચના માટે કામ લાગશે થશે ત્યારે મોક્લિશ.જ્ઞાન મારું વધે છે આભાર પ્રવિણભાઈ.

    Reply
  5. kishoremodi

    કવિશ્રી બ.ક.ઠાકોરે અગેય પૃથ્વી છંદમાં સોનેટો લખી ગુજરાતી સાહિત્યક્ષેત્રે નવું પ્રદાન કર્યું.પણ તેની ત્રીસ વર્ષ પછી સરાહના થઇ.

    Reply

Leave a comment