આદરી… અધૂરી

આદરી છે અને અધૂરી છે,
જાતની જાતરા ક્યાં પૂરી છે ?

જીવવા યાદ બહુ જરૂરી  છે,
એટલે મેં સતત વલૂરી છે,

રાહ જોવામાં શૂરીપૂરી છે,
મારી આંખો ગજબની નૂરી છે.

ધૂળ શ્રદ્ધા અને સબૂરી છે !?
લાગે છે ભીરુતા ઢબૂરી  છે

ભાવ-સમભાવ- ધ્યેય નહિ હો તો-
જિંદગી કંઈ નથી મજુરી છે !

ખાસ મિત્રો છે થોડી દેહશત છે.
મુખમાં રામ બગલમાં છૂરી છે !

એકમાર્ગી નથી હૃદય મારું,
ચાહ પામ્યો છું… ચાહ સ્ફૂરી છે.

બકુલેશ દેસાઈ

6 thoughts on “આદરી… અધૂરી

  1. રાકેશ ઠક્કર, વાપી

    NICE GAZAL
    ભાવ-સમભાવ- ધ્યેય નહિ હો તો-
    જિંદગી કંઈ નથી મજુરી છે !

    Reply
  2. Kirtikant Purohit

    ભાવ-સમભાવ- ધ્યેય નહિ હો તો-
    જિંદગી કંઈ નથી મજુરી છે !

    ચાર મત્લાની ગઝલ. આખી મત્લા ગઝલ થૈ શકી હોત તો વધુ મઝા પડત. બાકી સરસ.

    Reply
  3. Sandiip

    each and every sher is unique……

    જીવવા યાદ બહુ જરૂરી છે,
    એટલે મેં સતત વલૂરી છે,

    waaaaaaaaaaaahhhhhhh

    ketlaaa naa dil ni vaat kahi didhi tame ahi……..

    Reply

Leave a comment