છંદ- ૯ શિખરિણી

First published on Oct 22, 2011    શિખરિણી

આ શિખરિણી છંદ અક્ષરમેળ છંદ છે.
આ છંદમાં કુલ ૧૭ અક્ષર હોય છે.
તેનું લગાત્મક રૂપ છે-

લગા ગાગા ગાગા લલલલલગા ગાલલલગા  (કુલ ૧૭ અક્ષર)

અહીં એક ગુરુને સ્થાને બે લઘુ કે બે લઘુને સ્થાને એક ગુરુ લઇ શકાય નહીં.
કારણ કે એમ કરવાથી અક્ષરનો મેળ તૂટે છે.
આ છંદમાં છઠ્ઠા અને બારમા અક્ષરે યતિ આવે છે.
આ છંદ પણ તેની સુંદર લયબદ્ધ ગેયતાને લીધે કવિઓનો માનિતો છંદ છે.
જેમ કે…

વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
**
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું
**
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી
**
અનામી પ્હાડોના પરિચય વિનાના તરુવને
ન મારું યાદા’વે અવ નગરનું નામ જ મને

ક્રમશઃ

6 thoughts on “છંદ- ૯ શિખરિણી

  1. Kishoremodi

    ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથિ ધુમસે પ્હાડ સરખો,
    નદી વચ્ચે ઊભો, નિરભયપણે એક સરખો.
    કવિ નર્મદ

    Reply
  2. Dr Mukur Petrolwala

    આપણી બાળપણની પ્રાર્થના –

    પ્રભુ અંતર્યામી, જીવન જીવના દીન શરણા
    પિતા, માતા, બંધુ, અનુપમ સખા, હિત કરણા

    Reply
  3. અશોક જાની 'આનંદ'

    અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈજા..
    અને શિવ મહિમ્ન સ્તોત્ર પણ આ છડે જ લખાયેલા છે…

    આભાર પ્રવીણભાઈ, સંકલિત માહિતી માટે…….

    Reply
  4. Kirtikant Purohit

    સંકલિત માહિતી માટે પ્રવીણભાઇનો આભાર. પુસ્તકો હાથવગા નહોય ત્યારે ઉપયોગી માહિતી.ગઝલ તો અરબી-ફારસી છંદમાં
    લખવાનો શિરસ્તો છે. ઉર્દુની નજીક રહેનારોએ તેથી ગઝલને બહેલાવી છે. આપની ભાષાનો આધાર સંસ્કૃત હોઈ આ છંદોમાં
    લખતાં સંસ્કૃત શબ્દોનો સહારો ઉપયોગી થાય છે.

    Reply

Leave a comment