મરશિયું હોય છે

સ્વીઝ બેંકોનું પગથિયું હોય છે,
નીતિમત્તાનું લથડિયું હોય છે.

છે કરોડો લૂંટવાના લાલચુ,
ખુરશીનું સહુ જણ મળતિયું હોય છે.

રોજ મ્હેલોમાં થવાનો રાજભોગ,
ભૂખી જનતાનું જગતિયું હોય છે.

રાજનેતાના વચનમાં કંઇ નથી,
વાયદાનું નિત મરશિયું હોય છે.

લોક વિચારે બધું ક્યાંથી કિશોર ?
નિજી જીવન જ્યાં રગશિયું હોય છે.

ડૉ. કિશોર મોદી

10 thoughts on “મરશિયું હોય છે

  1. himanshupatel555

    સ્વીઝ બેંકોનું….આને બદલે…. સ્વીઝ બેંકોને…. કદાચ વધારે તીક્ષ્ણ મને લાગે છે અને છંદ પણ નથી તૂટતો ( હું ગઝલના છંદમાં કે બંધારણમાં ‘અભણ’ છું આ તો સૂચન છે એની પ્લિઝ નોંધ લેશો.)આભાર બાકી ગઝલ પોલિટિક્સ અને વર્તમાન સમાજને સાચી રીતે હણે છે.

    Reply
    1. અશોક જાની 'આનંદ'

      ‘નું’ કે ‘ને ‘ બન્નેમાં વજન સરખું જ થાય, હિમાંશુભાઇ.. !! એટલે કવિ ને જે અર્થ અભિપ્રેત હોય તે મુકી શકે.. તમારું સુચન ખોટું નથી.

      Reply
  2. અશોક જાની 'આનંદ'

    સાંપ્રત સમ્સ્યાને વાચા આપતી મજાની ગઝલ…

    Reply
  3. પંચમ શુક્લ

    વાહ કિશોરભાઈ, ગજબના કાફિયા લઈ સાંપ્રત ભ્રષ્ટાચારની વાસ્તવિકતાને મિજાજસભર રીતે વ્યક્ત કરી છે.

    Reply
  4. kishoremodi

    ખૂબ ખૂબ અાભાર પંચમભાઇ તમારો.અને અાભાર પ્રવીણભાઇનો પણ જેમણે મારા મિત્રે તેમને અા ગઝલ મોકલેલી….ચૂંટણી પહેલાં અને પછી જે ઘટનાઓ અાકાર પામી તેના પર મેં લગભગ ૧૦-૧૨ ગઝલો કહી છે તે સહેજ.અન્ય કવિમિત્રો,વાચક અને ભાવક મિત્રોનો પણ અાભાર.

    Reply

Leave a comment