સરી જઉં છું

એકદમ સ્વપ્નમાં સરી જઉં છું,
કોઈ કારણ વિના ડરી જઉં છું.

જે ઘડી રૂબરૂ થવાનું હો,
હું નયન તરબતર કરી જઉં છું.

ગર્ભદ્વારે વિરાટને જોવા,
ગાઢ અંધારને ધરી જઉં છું.

મયકદામાં હવે નથી સાકી,
તે છતાં ત્યાં, ફરી ફરી જઉં છું.

યાદનું એક હલેસું હાથોમાં,
હોય છે તો નદી તરી જઉં છું,

જિન્દગી ‘સૂર’નું છે સરનામું,
ખોળતાં અક્ષરે ઠરી જઉં છું.

સુરેશ પરમાર ‘સૂર’

8 thoughts on “સરી જઉં છું

  1. himanshupatel555

    સરસ એકવાર વાચવી અને માણવી ગમે તેવિ રચના.

    Reply
  2. MANHAR MODY

    સરસ ગઝલ. આ બે શેર ખુબ સરસ થયા છે

    યાદનું એક હલેસું હાથોમાં,
    હોય છે તો નદી તરી જઉં છું,

    જિન્દગી ‘સૂર’નું છે સરનામું,
    ખોળતાં અક્ષરે ઠરી જઉં છું

    Reply
  3. અશોક જાની 'આનંદ'

    મયકદામાં હવે નથી સાકી,
    તે છતાં ત્યાં, ફરી ફરી જઉં છું.
    આવી ઉત્કટતા ઈશ્વરને પામવા માટેની પણ હોય તો..!!?
    સુંદર સુફી મિજાજની ગઝલ..

    Reply
  4. Kirtikant Purohit

    ગર્ભદ્વારે વિરાટને જોવા,
    ગાઢ અંધારને ધરી જઉં છું.
    વાહ્..સુરેશભાઇ ખૂબ કહી…

    Reply

Leave a comment