છલકાતો રહે

આસમાની જામ છલકાતો રહે,
સાંજનો શીતળ પવન વાતો રહે.

સૂર્યનું ઉગવું ને આથમવું સદા,
ને દિવસ એનાથી ટેવાતો રહે.

હાથમાં આવેલ તક છૂટતી રહે,
ને સમય બળવાન કહેવાતો રહે.

આખરે આ શ્વાસ તો ચાલ્યો જશે,
અંતકાળે જીવ મૂંઝાતો રહે.

રંગ એના હું ભરી લઉં શ્વાસમાં,
એક અવસર એમ સચવાતો રહે.

– પ્રવીણ શાહ

7 thoughts on “છલકાતો રહે

  1. Rakesh Thakkar, Vapi

    Wah Nice Gazal
    સૂર્યનું ઉગવું ને આથમવું સદા,
    ને દિવસ એનાથી ટેવાતો રહે.

    Reply
  2. Kirtikant

    હાથમાં આવેલ તક છૂટતી રહે,
    ને સમય બળવાન કહેવાતો રહે.

    બહુ સરસ પ્રવીણભાઈ.

    Reply
  3. અશોક જાની 'આનંદ'

    હાથમાં આવેલ તક છૂટતી રહે,
    ને સમય બળવાન કહેવાતો રહે…. છૂટી ગયેલી તક માટે આપણું હાટવગું બહાનું.. !!

    રાબેતા મુજબ ટૂંકી બહેરમાં મજાનું કામ..

    Reply
  4. જૈમિન ઠક્કર 'પથિક'

    ટૂંકી બહરમાં મજાની ગઝલ થઈ છે.

    મને ગમતો શૅર

    હાથમાં આવેલ તક છૂટતી રહે,
    ને સમય બળવાન કહેવાતો રહે.

    Reply
  5. Dhruti Modi.

    હાથમાં આવેલ તક છૂટતી રહે,
    ને સમય બળવાન કહેવાતો રહે.

    સરસ વિરોધાભાસ … તક હાથમાંથી જવી છતાં સમય બળવાન. જો કે આપણે સમયના હાથના રમકડા છીએ.હમેશની જેમ ટૂંકી બહેરમાં સરસ રચના.!

    Reply
  6. Kalpesh gajjar

    Very nice gazal 🌅
    સૂર્યનું ઉગવું ને આથમવું સદા,
    ને દિવસ એનાથી ટેવાતો રહે.

    Reply

Leave a reply to Kirtikant Cancel reply