રેખા છળે

હાથને જ્યાં હાથની રેખા છળે,
ભાગ્ય એને ભાલનાં ક્યાંથી ફળે !

બેઉ પડ વચ્ચે સૂરજ ને ચંદ્રના,
એક ડોશી રોજ અજવાળાં દળે.

નીકળે દરિયાને મળવાને નદી,
શું કરે જ્યાં માર્ગ વચ્ચે રણ મળે !

ક્યાં ધુમાડો છે હૃદયની આગમાં !
શાપવશ એ તો સદા છાનું બળે.

એક એવી યાદ છે જે આવતાં,
સ્તબ્ધતા સૂનકારમાં જઇને ભળે.

શબ્દ અસ્થિથી ઘડાયો હોય તો,
શક્ય છે કે મૌનનો મેરુ ચળે.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

13 thoughts on “રેખા છળે

  1. Rakesh Thakkar, Vapi

    Kya baat hai
    નીકળે દરિયાને મળવાને નદી,
    શું કરે જ્યાં માર્ગ વચ્ચે રણ મળે !
    Nice gazal

    Reply
  2. Mital Thakkar, Vadodara

    Waah
    ક્યાં ધુમાડો છે હૃદયની આગમાં !
    શાપવશ એ તો સદા છાનું બળે.

    Reply
  3. Kirtikant

    બેઉ પડ વચ્ચે સૂરજ ને ચંદ્રના,
    એક ડોશી રોજ અજવાળાં દળે.

    સરસ કલ્પન.

    Reply
  4. અશોક જાની 'આનંદ'

    મજાની હમરદીફ- હમકાફિયા ગઝલ.. એક એક શે’ર સુંદર થયા છે

    પણ આ..
    બેઉ પડ વચ્ચે સૂરજ ને ચંદ્રના,
    એક ડોશી રોજ અજવાળાં દળે……. વાહ ભાઈ વાહ !!

    Reply
  5. Dhruti Modi.

    બેઉ પડ વચ્ચે સૂરજ ને ચંદ્રના,
    એક ડોશી રોજ અજવાળાં દળે.

    છેલ્લો શેર પ ણ ગમ્યો. હર સમયની જેમ નવીનતાથી રચાયેલી સુંદર રચના.

    Reply

Leave a reply to Pravin Shah Cancel reply