જોઈને જીવું

સુકી આંખમાં સ્વપ્ન જોઈને જીવું,
વિફળતાના કૈ ડાઘ ધોઈને જીવું.

મને તો અભિશાપ પુરુષપણાનો,
તું જો મોકલે અશ્રુ લોઈને જીવું.

આ અભરે ભરેલું મહાલય છે મારું,
ઝૂરાપાના કૈં બીજ  બોઈને જીવું.

ગણો તો છે મિત્રોનું વર્તુળ બહુ મોટું,
પરીધેથી બસ, જોઈ જોઈને જીવું.

અરે, નામ કોનું આ હોઠો પર આવ્યું ?
ના જમવા હું પામ્યો રસોઈ ને જીવું.

બકુલેશ દેસાઈ

5 thoughts on “જોઈને જીવું

  1. Kirtikant Purohit

    આ અભરે ભરેલું મહાલય છે મારું,
    ઝૂરાપાના કૈં બીજ બોઈને જીવું.

    ગણો તો છે મિત્રોનું વર્તુળ બહુ મોટું,
    પરીધેથી બસ, જોઈ જોઈને જીવું.

    સરસ બકુલેશભાઈ.

    મક્તા બહુ જામ્યો નહિ.. આમ કરો તો?(મિત્રભાવે જ લખ્યું છે, મારી સમજ મુજબ,)

    અરે, નામ કોનું આ હોઠો પર આવ્યું ?
    ના રટવાને પામ્યો ન ખોઈને જીવું

    Reply
    1. Bakulesh Desai

      છેલ્લા શેર બાબત મારે એ કહેવું છે કે ઘણી વાર કૈ ખાસ કારણ વગર- દેખીતા
      ખાસ કારણ વગર પણ આપણે આખો દિવસ અન્ન ભેગા થતા નથી.
      ઘણા એ માટે કોઈ વહેમ કે અંધશ્રદ્ધા પણ ધરાવે છે. મારો ઇશારો એ તરફ જ છે.
      -બકુલેશ દેસાઈ

      Reply
  2. Dhrutimodi

    સરસ રચના. વિશેષ ગમેલો શે’ર,

    ગણો તો છે મિત્રોનું વર્તુળ બહુ મોટું,
    પરીધેથી બસ, જોઇ જોઇને જીવું.

    જોકે બધાં શે’ર સારા બન્યાં છે.

    Reply
  3. Satish Kalaiya

    Purush jyare koina premma hoi vhe tyare e eno zurapano period hoi che parantu ena purushpanano abhishap hawto nathi ! jyare enu nam hotho par aawe che tyare eno past zarur yaad aaweche !

    Reply

Leave a comment