ઘૂંટ્યો હશે

દમ સપાટી પર ઘણો ઘૂંટ્યો હશે,
શ્વાસ પરપોટાનો જ્યાં છૂટ્યો હશે.

ભવ્યતા ખંડેરની જોયા પછી,
એમ લાગ્યું મહેલ ત્યાં તૂટ્યો હશે.

રોજ મોજાં ઊછળે છે આંખમાં,
કોઇ દરિયો ભીતરે ફૂટયો હશે.

કેમ સંતાઈ ગયો ઘડિયાળમાં?
શું સમયને કોઈએ લૂંટ્યો હશે?

ભાગ્ય ખૂશ્બોનું હવે ખૂલી ગયું,
મોગરાને એમણે ચૂંટ્યો હશે.

~ પ્રવીણ જાદવ

9 thoughts on “ઘૂંટ્યો હશે

  1. Rakesh Thakkar, Vapi

    Waah
    કેમ સંતાઈ ગયો ઘડિયાળમાં?
    શું સમયને કોઈએ લૂંટ્યો હશે?

    Reply
  2. SARYU PARIKH

    રોજ મોજાં ઊછળે છે આંખમાં,
    કોઇ દરિયો ભીતરે ફૂટયો હશે.
    Good gazal.
    Saryu Parikh

    Reply
  3. Mital Thakkar, Vadodara

    સુંદર ગઝલ.
    કયા બાત…
    રોજ મોજાં ઊછળે છે આંખમાં,
    કોઇ દરિયો ભીતરે ફૂટયો હશે.

    Reply
  4. Dhruti Modi.

    મત્લા ખૂબ જ સરસ, બધા જ શેર ગમ્યા. સરસ રચના.

    Reply
  5. Ashok Jani

    રોજ મોજાં ઊછળે છે આંખમાં,
    કોઇ દરિયો ભીતરે ફૂટયો હશે…..વાહ !!

    ઉમદા ગઝલ…

    Reply

Leave a reply to Pravin Shah Cancel reply